अपराध समाचार
કુલભૂષણ જાધવ કસાબ કરતાં પણ મોટો આતંકવાદી: મુશર્રફનો બકવાસ
- 130 Views
- May 20, 2017
- By admin
- in अपराध समाचार, समाचार
- 0 Comments
- Edit
પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર પરવેઝ મુશર્રફ, જેમના પર તેમના દેશમાં ગંભીર દેશદ્રોહનો આરોપ છે, તેઓ માને છે કે ભારતીય કુલભૂષણ જાધવ અજમલ કસાબ કરતા પણ મોટો આતંકવાદી છે.
મુશર્રફે કહ્યું- કસાબ તો માત્ર પ્યાદું હતો
– મુશર્રફે પાકિસ્તાનના ARY ન્યુઝને જણાવ્યું કે, કસાબ,જે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓ કરનારા 10 પાકિસ્તાનીઓમાંનો એક હતો, તે તો માત્ર ‘પ્યાદું’ હતો, જ્યારે ભારતીય નાગરિકત્વ ધરાવતો જાધવ જે જાસૂસ હોવાનો પાકિસ્તાનનો દાવો છે, તેણે લોકોની હત્યા પણ કરી હોઇ શકે છે.
– ઉલ્લેખનીય છે કે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં 164 લોકો માર્યા ગયા હતા.
– મુશર્રફે કહ્યું, “કસાબ તો માત્ર પ્યાદું હતો, પરંતુ જાધવ તો આતંકવાદને ઉશ્કેરી રહ્યો છે અને તેણે ભાંગફોડ પ્રવૃત્તિઓમાં અસંખ્ય લોકોની હત્યા કરી હોઇ શકે છે.”
– મુશર્રફ માને છે કે પાકિસ્તાને ICJ સમક્ષ હાજર થવાની પણ જરૂર ન હતી કારણકે જાધવનો કેસ એ રાષ્ટ્રીય સુરક્ષા (નેશનલ સિક્યોરિટી) નો મુદ્દો છે. મુશર્રફે કહ્યું, “અમારી સુરક્ષા માટે અમને નિર્દેશ આપવાનો કોઇને પણ અધિકાર નથી.”
– ઉલ્લેખનીય છે કે, મુશર્રફ પર નવેમ્બર 2007માં બંધારણને રદબાતલ કરવા માટે દેશદ્રોહીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
કસાબની સુનાવણી, ફાંસીની સજા અને તેને ફાંસી થતાં લાગ્યા 4 વર્ષ
– કસાબની સુનાવણી બોમ્બે હાઇકોર્ટમાં કરવામાં આવી હતી, જેણે તેને ફાંસીની સજા ફરમાવી હતી તે પછી તેણે હાઇકોર્ટમાં આ ચુકાદા સામે અપીલ કરી હતી. હાઇકોર્ટે ફાંસીની સજાને યથાવત રાખી તે પછી કસાબે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ, સુપ્રીમે પણ તેની ફાંસીની સજા યથાવત રાખી હતી.
– જાધવને તેની ધરપકડ થયાના વર્ષમાં જ ફાંસીની સજા સંભળાવવામાં આવી. સરખામણી કરવામાં આવે તો, કસાબની ધરપકડ, તેની સુનાવણીઓ, અપીલ અને છેલ્લે તેને થયેલી ફાંસી આ બધી પ્રક્રિયામાં 4 વર્ષ લાગ્યા હતા.
ICJએ લગાવી જાધવની ફાંસી પર રોક
– બે દિવસ પહેલા ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) એ ભારત દ્વારા દાખલ કરેલા એક કેસમાં જાધવની ફાંસી પર રોક લગાવી હતી તે પછી પાકિસ્તાન પાછું પડ્યું છે.
– પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે ગયા મહિને જાસૂસી અને આતંકવાદના આરોપો હેઠળ કુલભૂષણ જાધવને ફાંસીની સજા સંભળાવી હતી.
– પાકિસ્તાન કહે છે કે તેમણે જાધવને ગયા વર્ષે બલૂચિસ્તાનથી અરેસ્ટ કર્યો હતો, જ્યારે ભારતનું કહેવું છે કે પાકિસ્તાને ભૂતપૂર્વ નવલ ઓફિસર જાધવને ઇરાનથી કિડનેપ કર્યો હતો, જ્યાં તે બિઝનેસ શરૂ કરવા માટે ગયો હતો.